ગુમાવેલા દાંત શા માટે ફરી બેસાડવા જોઈએ
(૧) તમારો દેખાવ સુધરશે તે એક કારણ છે.
(૨) બીજું, દાંત નીકળી જવાને કારણે ત્યાં બરાબર ચાવી શકાતું નથી.
(૩) ખાલી જગ્યાના કારણે બાજુના દાંત ખાલી જગ્યા તરફ ઢળે છે. તેમજ સામે તરફનો દાંત વધારે ઉગી લાંબો થઈ જાય છે. તેને કારણે ખસેલા દાંત વચ્ચે નાની જગ્યાઓ પડે છે. તેમાં ખોરાક ફસાય છે અને લાંબા સમયે તેમાં પાયોરિયા તેમજ દાંતનો સડો થાય છે.
ગુમાવેલા દાંત બે રીતે ફરી બેસાડી શકાય છે. કાઠી શકાય તેવા અને ફીક્સ દાંત આમાંથી કઈ રીતના દાંત બેસાડી શકાય તેનો આધાર કેટલા દાંત નથી, મોઢામાં તે કઈ જગ્યાએ બેસાડવાના છે તેમજ બાકીના દાંતની સ્થિતિ, પણ નિર્ણય પર અસર કરે છે
ફિક્સ દાંત કુદરતી દાંતની જેમ જ મોઢામાં રહે છે, તે ધણા જ આરામદાયક હોય છે. ફિક્સ દાંતને દર્દી પોતાની જાતે બહાર કાઢી શકાતા નથી.
બ્રિઝ વાલા દાંત બેસાડવા માટે ખાલી જગ્યાના આગળ અને પાછળના દાંત પર કેપ બેસાડવામાં આવે છે, જેને ખાસ દાંતની સિમેન્ટથી ચોટાડવામાં આવે છે. બ્રિઝ વાલા દાંત કુદરતી દાંતની જેમ જ પોતાનું કાર્ય કરે છે. જેમ કે ચાવવાનું તેમજ ચહેરાનો દેખાવ જાળવવાનું, આ પધ્ધતિથી દાંત બનાવવા માટે આજુબાજુના દાંત મજબુત હોવા જોઈએ અને તેને પુરતો હાડકાનો ટેકો હોવો જરૂરી છે. આ બાબત તમારા દાંતની તબીબી તપાસ પછી સલાહ આપી શકાય. બધા કેસમાં બ્રિઝ બેસાડવા શક્ય હોતું નથી.
ઈમ્પ્લાંટ (ફિક્સ દાંત)
કૃત્રિમ દાંત બેસાડવા માટેની શ્રેષ્ઠ અને આદર્શ પદ્ધતિ છે. દાંત બેસાડવા માટે જડબાના હાડકામાં ટાઇટેનીયમ સ્ક્રુ મુકવામાં આવે છે. ત્યારબાદ આ ઈમ્પ્લાન્ટ ઉપર દાંત લગાવવામાં આવે છે. આ સારવાર માટે જડબાના હાડકાની યોગ્ય જાડાઈ તેમજ ઊંડાઈ હોવી જરૂરી છે. આ બાબત તમારા દાંતની તબીબી તપાસ પછી સલાહ આપી શકાય. બધા કેસમાં ઈમ્પ્લાન્ટ બેસાડવા શક્ય હોતું નથી.
Comments